કેશોદ: કેશોદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ, વરસાદી માહોલથી ખેડૂતો ચિંતિત
હવામાન વિભાગ દ્વારા આજથી તારીખ 2 સુધી વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે તેને લઈ આજે બપોર બાદ કેશોદ શહેર તેમજ અજાબ ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં પણ ચિંતા વધી છે કેમકે ખેડૂતોએ તૈયાર કરેલો પાક આ હાલ કાઢવાની તૈયારીમાંથી ત્યારે આ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોનો તૈયાર થયેલો પાક નિષ્ફળ જવાની સંભાવના છે