વડાલી: શહેરના 500 વર્ષ જુના રૂપ ચતુર્ભુજ મંદિરે શામળિયાજી ને અન્નકૂટ ધરાયો.
વડાલી શહેરના માણેકચોક વિસ્તારમાં આવેલા ૫૦૦ વર્ષ પુરાણા રૂપચતુર્ભુજ મંદિરે બિરાજમાન શામળિયાજીને ૫૬ ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં શામળિયાજી માટે ફરસાણ, મીઠાઈ સહિતની ૧૦૦ જેટલી વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. શહેરના અનેક મંદિરોમાં પણ નવા વર્ષ નિમિત્તે અન્નકૂટનું આયોજન કરાયું હતું.મંદિર ના પુજારીએ આજે 12.39 ના શુભ મુહૂર્ત માં મહા આરતી કરી હતી.