જૂનાગઢ જી.આઈ.ડી.સી.-૨ વિસ્તારમાં કાર્યરત વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વલસાડના એક વેપારીએ જૂનાગઢના શિંગદાણાના ૧૪ જેટલા વેપારીઓ પાસેથી કુલ રૂ પ૨,૮૩,૬૫૯નો માલ ખરીદી તેનું પેમેન્ટ ન ચૂકવી વિશ્વાસઘાત કરતા જૂનાગઢ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.