મણિનગર: પંચવટી ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના
આજે મંગળવારે સવારે 9 વાગ્યાની આસપાસ પંચવટી ચાર રસ્તા પાસે AMTS બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બસ ચાલક બેફામ ચલાવતો હોવાનો કાર ચાલકે આક્ષેપ કર્યો હતો.અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.જોકે કારમાં મોટા પાયે નુકસાન થયુ હતુ.પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.