દહીંસરામાં અકસ્માત સર્જાતાં યુવાનને ઈજા થઈ હતી, તેથી તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિશાલ ઇશ્વરભાઈ પટ્ટણી તા.૯નાં રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં દહિંસરાના પેટ્રોલ પંપ પર હતો ત્યારે અકસ્માત સર્જાતાં તેને ઈજાઓ થઈ હતી, તેથી તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.