દેવગઢબારીયા: બારીયા સહિત તાલુકામાં મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીએલઓ તથા સુપરવાઇઝર દ્વારા કામગીરી કરવામાં આવી
આજે તારીખ 08/11/2025 શનિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દે.બારીઆ વિધાનસભા મતવિભાગ નંબર 134 અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીએલઓ તથા સુપરવાઇઝર દ્વારા ઘરો-ઘરે જઈ મતદારોને EF ફોર્મ વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.મતદારોને પોતાના નામ, સરનામા અથવા અન્ય વિગતોમાં સુધારાઓ માટે જરૂરી માહિતી ભરવા વિનંતી કરવામાં આવી રહી છે. આ કામગીરી દ્વારા આવનારી ચૂંટણી પહેલાં મતદાર યાદી વધુ સચોટ બને તે હેતુ રાખવામાં આવ્યો છે.