વિસનગર: બોકરવાડા ગામે સ્વયંભૂ નેત્રેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી, 55 હજારની ચાંદીની મૂર્તિ ગાયબ
તાલુકાના બોકરવાડા ગામે આવેલ સ્વયંભૂ નેત્રશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બનવા પામી છે. જેમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સો મંદિરમાં આવી મૂર્તિઓ સહિત આશરે 500 ગ્રામ ચાંદીની નાગની મૂર્તિની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેમાંથી તાંબાની તમામ ચીજવસ્તુઓ ઉનાવા જતા રોડ પર ગામની સીમમાં ખેતરની વાડમાં ફેંકી ફક્ત 55 હજાર કિંમતની ચાંદીની મૂર્તિ લઈ ફરાર થઈ ગયા હતા. જે બનાવ અંગે મંદિરના પૂજારીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે