મુળી: દેવપરા ગામ નજીક ટ્રેકટર પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત.
મૂળી તાલુકાના દેવપરા ગામ નજીક રોડ પર જતા ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકને વધુ પડતી ઈજાઓ થવા પામી હતી જેથી બાઇક ચાલક સહિત અન્ય બાઇક સવારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બાઇક ચાલક શૈલેષ લાલમુની ચૌહાણનું મોત થતા મૂળી પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે.