વાંકાનેર: વાંકાનેરના રાજકોટ રોડની ખખડધજ હાલત અંગે ચુંટાયેલા નેતાઓ તથા તંત્રએ ધ્યાન ન આપતા યુવાને રોડના મરામત કામની જવાબદારી ઉપાડી
Wankaner, Morbi | Sep 15, 2025 વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો રાજકોટ રોડ છેલ્લા પાંચ વર્ષથી ખખડધજ હાલતમા ફેરવાયો હોય, જે બાબતે અનેક વખત સ્થાનિક જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆતો કરવામા આવી હોય તેમજ ચક્કાજામ પણ કરવામાં આવ્યા બાદ પણ જવાબદાર તંત્રએ આ રોડની મરામત કામગીરી કે નવીનીકરણ કામગીરી શરૂ ન કરતા અંતે જન સમસ્યાને ધ્યાનમા રાખી પીપળીયા રાજ ગામના યુવાન અલી અકબર દેકાવડીયાએ આ રોડની ફાળાથી મરામત શરૂ કરતા તંત્ર પર ચોમેર ફિટકાર વરસી રહ્યો છે.