કેશોદ: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે કેશોદ ના મુખ્ય માર્ગો પર યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ હતી.
લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે કેશોદ ખાતે યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ હતી. આ પદ યાત્રા સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ થી શરૂ કરેલ થઈ માંગરોળ રોડ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ, આંબાવાડી,કાપડ બજાર, પટેલ મિલ રોડ જૂનાગઢ રોડ,ચાર ચોક, ડો.બાબા સાહેબ આંબેડકર ચોક,પાનદેવ સમાજ, બાયપાસ સુધી યોજાઈ હતી.