ઝઘડિયા માં આવેલી સેવા રૂરલ હોસ્પિટલ છેલ્લા ૪૫ વર્ષથી તબીબી સેવા આપી રહી છે. કોઈપણ બીમારી કે આંખની તકલીફ હોય તેવા દર્દીઓની સારવાર માટે વરદાન સમાન બની છે. હાલ ઝઘડિયા સેવા રૂરલ દ્વારા નવા હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.તેનાથી પણ દર્દીઓને લાભ મળશે.ત્યારે સેવા રૂરલ ના 45 માં વાર્ષિક મહોત્સવ નું ગુમાનદેવ પાસે આવેલ આઈટીઆઈ ના કેમ્પસ ખાતે આજરોજ ઉજવણી કરવામાં આવી હતી.