વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા સરસ્વતી નગર માં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજ ની કામગીરીની પૂર્ણ થાય તેવી સ્થાનિક લોકો રાહ જોઈ રહ્યા છે.માજલપુર વિસ્તારમાં દુઃખદ ઘટના ઘટ્યા બાદ તંત્ર દ્વારા કરેલું ખોદકામ પૂરી દીધું જે કામ માટે ખોદકામ કર્યું હતું એ કામ ન થયું હોવાના આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા છે.સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા હરીશ પટેલ આ બંને કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોને ત્વરિત કામ કરાવી દેવાની બાહેધરી આપી હતી.