વડોદરા પશ્ચિમ: શહેરના ગરબા ગ્રાઉન્ડ પર નાસ્તો કરનારા સાવધાન: કોર્પોરેશન ના આરોગ્ય વિભાગ ના દરોડા
નવરાત્રિનો તહેવાર ચાલુ છે અને દશેરાનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરમાં મીઠાઈ ફરસાણની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ અને ઉત્પાદન કેન્દ્રો મળીને 28 સ્થળે ચેકિંગ કરી ખાદ્ય પદાર્થોના 59 નમુના લીધા હતા.