રાજકોટ: બહુમાળી ભવન ચોક ખાતે સરદાર પટેલ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી, ઉપસ્થિત તમામ લોકો દેશભક્તિના રંગે રંગાયા
Rajkot, Rajkot | Nov 17, 2025 આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ શહેરના બહુમાળી ભવનચોક ખાતે સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માણવા વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. અહીં ઉપસ્થિત તમામ શહેરીજનો દેશભક્તિના રંગે રંગાયેલ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમની શુભ શરૂઆત નૈત્રી આચાર્ય તથા તેમના ગ્રુપના સુંદર નૃત્ય દ્વારા કરવામાં આવી હતી. લોકો તેમનું નૃત્ય નિહાળી ભાવવિભોર થઈ ગયા હતા.