વિસાવદર પટેલ પ્રગતિ મંડળ દ્વારા આ છઠ્ઠા સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં અધ્યક્ષ સ્થાને શ્રી રવજીભાઈ કથીરિયા રહ્યા હતા અને વિશેષ ઉપસ્થિતિ કૌશિકભાઇ વેકરીયા મંત્રીશ્રી ગુજરાત સરકાર તેમજ ગુજરાત રાજ્ય પ્રદેશ ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ અને યુવા ધારાસભ્યશ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા.આ સમૂહ લગ્નમાં કુલ 21 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા આ પ્રસંગે દાતાશ્રીઓ નું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું