જળસંપતિ્ત અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે દકિ્ષણ ગુજરાતમાં ઉકાઈ-કાકરાપાર કમાંડ વિસ્તાર હેઠળ આવતા સુરત અને નવસારી જિલ્લામાં ચાલી રહેલા નહેર| સુધારણા કામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. દકિ્ષણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન આ| યોજનામાં ચાલુ વર્ષે અંદાજિત રૂ. 188 કરોડના ખર્ચે કુલ 60 જેટલા મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા છે.