વંથળી: શાપુર ઓઝત વીયર ડેમ ઓવરફ્લો થતા ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલાયા, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળાશયો ફરી ઓવર ફ્લો થયા છે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.ઓઝત વિયર શાપુર ડેમ ઓવરફ્લો થતા ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. શાપુર,નાના કાજલીયાળા, કણજા અને વંથલીને એલર્ટ કરાયા છે. વંથલી નજીક આવેલ ઓઝત ડેમ પણ ઓવરફ્લો થયો છે. આખા, ટીકર ,પાદરડી અને પીપલાણા ને પણ એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર નહીં કરવા પણ તંત્રએ સૂચના આપી છે.