આજે તારીખ 10/12/2025 બુધવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલીના પિછોડા ગામમાં આવનારી પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગામના યુવાનોને ઉત્તમ પ્રેક્ટિસ મળી રહે તે માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.ભીલ ઉત્થાન યુવા ટીમની માંગણીને અનુરૂપ સરપંચ દ્વારા ગામની ગૌચર ભૂમિ પર રનિંગ ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટ્રેકના નિર્માણથી ગામના યુવાનો વધુ સઘન રીતે દોડની તાલીમ લઈ શકશે અને પોલીસ ભરતીમાં વધુ પ્રમાણમાં સફળતા મેળવી શકશે.