ભાભર: ભાભર શહેરમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇન કામગીરી: વીજ લાઈનમાં વારંવાર થતા ફોલ્ટ અટકશે, શહેરીજનોને ફાયદો મળશે
ભાભર શહેરમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દિયોદર સર્કલથી વાવ સર્કલ સુધી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ભાભર વિદ્યુત બોર્ડના કર્મચારીઓ સતત કાર્યરત જોવા મળ્યા હતા. તેઓ વીજડીપીઓ પર ચડીને વાયરો નાખવાની કામગીરી કરી રહ્યા હતા.આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભાભર શહેરમાં વારંવાર થતા વીજ ફોલ્ટને અટકાવવાનો છે. અંડરગ્રાઉન્ડ લાઇનથી વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે.આના પરિણામે શહેરીજનોને ફાયદો થશે