કેશોદના બાવા સીમરોલીથી ભાટ સીમરોલી ગામ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર આવેલા ‘વડલી વાડી’ તરીકે ઓળખાતા રસ્તા પર થયેલા દબાણને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ઉપયોગમાં રહેલા આ જાહેર માર્ગ પર ગેરકાયદે દબાણ થતાં ખેડૂતોને ખેતી કામ તેમજ રોજિંદા અવરજવરમાં મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. આ દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ સાથે આજે ખેડૂતો દ્વારા કેશોદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.