માણાવદરનાં કોયલાણા ગામે ટ્રેકટર નીચે દબાઈ જતાં એકનું મૃત્યું થયું છે.આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માણાવદર તાલુકાનાં કોયલાણા ગામનાં પ્રતિપાલ વજેસંગ ચાવડા કોયલાણા ગામે કનકાઈ ફાર્મની સામે ટ્રેક્ટર નં. જીજે-૧૧-સીકયુ ૮૩૯૫ વાળુ લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન કુતરૂ આડુ પડતા ટ્રેકટર પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડની સાઈડે પાણી ભરેલ ગટરમાં પલ્ટી જતાં ચાલકનું મૃત્યું નિપજતાં માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.