થરાદ: મંત્રીશ્રીની થરાદ તાલુકાના ખાનપુર ગામની મુલાકાત*
મંત્રીશ્રી રાઘવજી પટેલે થરાદ તાલુકાના ખાનપુર ગામની મુલાકાત લીધી હતી. તેમણે ખાનપુર ગામના ખેડૂત રમેશભાઈના ખેતરની મુલાકાત લઈને અતિવૃષ્ટિના કારણે નુકસાનગ્રસ્ત થયેલા પાકનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પાકની વાસ્તવિક સ્થિતિ અંગે સીધો ખેડૂત પરિવાર સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો.