વડોદરા પૂર્વ: વડોદરા ની દિકરી અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ની પ્લેયર રાધા યાદવનુ ભવ્ય સ્વાગત બાદ રોડ શો યોજાયો
વડોદરાના ઈતિહાસ માટે આજે સુવર્ણ દિવસ છે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમની મહિલા પ્લેયર રાધા યાદવનુ વડોદરામાં આજે રાત્રે આગમન થયું હતું.સાઉથ આફ્રિકાની સામે મહિલા વર્લ્ડ કપ જીત્યા બાદ વડોદરાની દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ મેગા રોડશોનું પણ કરાયું આયોજન આ રોડ શો એરપોર્ટથી લઈ શહેરના જુદાજુદા વિસ્તારોમાં યોજાયો હતો.રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.