કપરાડા: ખૂટલી ગામમાં ડાંગર સર્વેના બહાને ઉઘરાણીનો વીડિયો સામે આવ્યો, તપાસની માંગ
નાનાપોંઢા તાલુકાના ખૂટલી ગામમાં ડાંગરના પાકના સર્વે દરમિયાન ખેડૂતો પાસેથી 100 રૂપિયાથી વધુ ઉઘરાણી થવાના આરોપો સામે આવતાં ચકચાર મચી છે. જોકે એક યુવાને આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરતા મામલો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે વરસાદથી નુકસાન સહન કરનારા ખેડૂતો પાસેથી વસૂલી કરવાનું કૃત્ય ગ્રામજનોએ નિંદનીય ગણાવ્યું છે અને તંત્રને તાત્કાલિક તપાસ કરીને દોષીઓને કાયદેસર સજા કરવાની માંગ કરી છે.