વંથળી: મગફળીના ટેકાના રજીસ્ટ્રેશનમાં સેટેલાઈટ સર્વેમાં ખેડૂતોને મુશ્કેલી મામલે તાલુકા કોંગ્રેસ પ્રમુખનું ચર્ચાસ્પદ નિવેદન
આવનાર દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓના પડઘમ વાગવા જઈ રહ્યા છે. તે પહેલા જ વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશ આરદેશણા નું મગફળીના ટેકાના રજીસ્ટ્રેશનમાં સેટેલાઈટ સર્વેમાં ખેડૂતોને પડી રહેલ મુશ્કેલી મામલે રજૂઆતોને લઇ ચર્ચાસ્પદ નિવેદન આપતા ખેડૂત પુત્રોમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે "સરકારનો જે કંઈ કાર્યક્રમ હોય તે મુજબ થતું હોય છે. એમાં અમારે કોઈ બીજી રજૂઆત કરવાની થતી નથી."