સતલાસણા: કોઠાસણા પાટિયા નજીક અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત નિપજ્યું
બેડસ્મા ગામના વાયકબા ચૌહાણ કોઠાસણા પાટિયા નજીક દર્શન કરવા નિકળ્યા હતા એ દરમ્યાન કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા તેઓનું મોત થવા પામ્યું છે. મૃતકના ભાઈને કોઈએ જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવ્યા હતા અને પોતાના બહેનને સતલાસણા સિવિલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા મૃતકના ભાઈ ઉજમસિંહ ચૌહાણે સતલાસણા પોલીસમાં ફરિયાદ આપી છે.