તાલુકાના કુકમા અને શેખપીર ત્રણ રસ્તા વચ્ચે ઉભેલી ટ્રકની પાછળ કાર ભટકાઈ હતી જેમાં ગાંધીધામના વેપારીનું મોત નીપજ્યું હતું જે મામલે 25 દિવસ બાદ ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે અકસ્માતના બનાવ પહેલા મૃતકનો એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં પોતે કેટલાક લોકોના ત્રાસથી કંટાળી આપઘાત કરવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે હવે મૃતકના પુત્રએ જ હવે આપઘાત નહીં પણ અકસ્માત હોવાનું અને તેથી ટ્રક ચાલક સામે ગુનો નોંધાવતા સમગ્ર મામલામાં નવો વળ