સતલાસણા: ધરોઈ ડેમથી 1 દરવાજો ખોલી 5368 ક્યૂસેક પાણી છોડાયું
ધરોઈ ડેમથી કાલ રાતથી પાણી છોડાય રહ્યું છે. કાલે ડેમ 100% ભરાય ગયો હતો જે આજે 8:30 વાગે 99.68% પર પહોંચ્યો છે. આજે 5368 ક્યૂસેક પાણી છોડાયું છે જેમાં 400 ક્યૂસેક જમણી કેનાલમાં છોડાયું છે. ધરોઈ ડેમ ભયજનક સપાટી 622 ફુટ વટાવી ગયો હતો એ આજે 621.92 ફુટે આવી ગયો છે. 6 વાગ્યાની સ્થિતી મુજબ ડેમમાં 1942 ક્યૂસેક પાણીની આવક નોંધાય છે. સાથે જ નદીના પટમાં અવર જવર ન કરવા તાકીદ કરવામાં આવી છે...