જૂનાગઢ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બે દિવસના જુનાગઢ પ્રવાસે ,
જુનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બે દિવસના પ્રવાસે આવશે. આવતીકાલે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે મુક્તિદિન પર બહાઉદીન કોલેજથી યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરશે, જે શહેરના માર્ગોથી પસાર થઈ 8.6 કિ.મી. અંતરે સરદાર ચોક ખાતે પૂર્ણ થશે.