જૂનાગઢ: GIDC 2 પાસે 1.47 કરોડના ખર્ચે પુલનું કામ પૂર્ણ, મેયર સહિતના પદાધિકારીઓના હસ્તે ખુલ્લો મુકાયો પુલ, લોકોની અવરજવર શરૂ
જૂનાગઢના જીઆઇડીસી2 પાસે છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા પુલનું કામ પૂર્ણ થતા મહાનગરપાલિકાના મેયર ધારાસભ્ય કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પુલ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જ્યારે હવે લોકોને બે કિલોમીટર શહેરમાં પ્રવેશવા માટે ફરવું નહીં પડે જેથી લોકોએ પણ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.બીજી તરફ જીઆઇડીસી પાસે ભરાતા પાણીને લઈને આ પુલની કામગીરી કરવામાં આવી હતી ત્યારે હવે ચોમાસા દરમિયાન જીઆઇડીસી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો પણ અંત.