સુરતના અડાજણ વિસ્તારમાં ખાનગી ફાઈનાન્સ કપની જોડે 20.66 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં મહિલા આરોપીની પોલીસે સોમવારે ધરપકડ કરી છે.કતારગામ ખાતેની મિલકત હયાત ન હોવા છતાં તેનો બોગસ દસ્તાવેજ બનાવી આધાર હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાંથી રૂ.20.66 લાખની લોન લેવામાં આવી હતી.મહિલા આરોપી અનિતા બાબરીયા સહિતના આરોપીઓએ લોનની ભરપાઈ કરી નહોતી.બેંક મેનેજરની ફરિયાદના પગલે અડાજણ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.