વાંસદા: વાંસદામાં સરદાર પટેલની 150મી જયંતિ નિમિતે સીતાપુરથી યોજાનાર પદયાત્રા આયોજન અંગે બેઠક યોજાઈ
Bansda, Navsari | Nov 12, 2025 વાંસદા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે યોજાનારી પદયાત્રા અંગે બેઠક મળી હતી. આ પદયાત્રા તા. 17 નવેમ્બર 2025ના રોજ સીતાપુરથી શરૂ થઈ વાંસદા સરદાર બાગ સુધી યોજાશે. બેઠક દરમિયાન આયોજનની વિસ્તૃત ચર્ચા થઈ હતી, જેમાં સ્થાનિક અધિકારીઓ, સમાજના આગેવાનો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલના એકતા અને રાષ્ટ્રનિર્માણના વિચારોને જનજન સુધી પહોંચાડવાનો હેતુ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે.