જૂનાગઢ: તાલુકાના ગલીયાવાડા ઘાસમાં જંતુનાશક દવા છાંટતા સમયે યુવકને અસર થતા થયું
જૂનાગઢાના ગલીયાવાડા ગામે રહેતો ૧૫ વર્ષીય દીક્ષિત ગોવિંદભાઈ ડાકી ઘાસમાં જંતુનાશક દવા છાંટતો હતો. આ દરમિયાન જંતુનાશક દવાની બોટલ ખોલતો હતો. ત્યારે જંતુનાશક દવા સગીરના મોઢામાં જતા ઝેરી દવાની અસર થવાથી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન દીક્ષિતનું મૃત્યુ થતા પરિવારજનોમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું. તાલુકા પોલીસે મૃતકના માતા હંસાબેનનું નિવેદન લઈ કાર્યવાહી કરી હતી.