તાંતીથૈયા ગામ ખાતે આવેલી તીરુપતી માર્કેટિંગ ટ્રેડિંગ કંપની તથા વાસુદેવ ઇન્ડસ્ટ્રીઝ કંપની માંથી અલગ-અલગ પ્રકારના કેબલ વાયરો, ગ્રાઇન્ડર મશીનો તેમજ વિવિધ મશીનના સ્પેર પાર્ટ્સની ચોરી કરવામાં આવી હતી અને તે ચોરીનો મુદ્દામાલ વેચાણ માટે બે ઇસમો કડોદરા ચાર રસ્તા તરફ આવનાર હતા. મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક રેડ કરવામાં આવી, જેમાં બંને ઇસમોને ઝડપી લેવામાં આવ્યા. તેમના કબજામાંથી ચોરીનો કુલ રૂ. 90,600નો મુદ્દામાલ મળી આવ્યો હતો.