છોટાઉદેપુર: સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજે નગરપાલિકા દ્વારા સરદાર બાગ પાસે કાર્યક્રમ યોજાયો.
સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા. ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૦૨ ઑક્ટોબર ૨૦૨૫ સુધી "સ્વચ્છતા હી સેવા-૨૦૨૫" પખવાડિયાના આયોજન કર્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫" ને "સ્વચ્છોત્સવ" તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સરદાર બાગ સામે કાર્યક્રમ યોજાયો હતો.