સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ મહંત સ્વામી સભા સ્થળ ખાતે આજરોજ શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ ભરૂચ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.જેમાં વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમમાં પ્રમુખ રજનીકાંત પટેલ,ઉપ પ્રમુખ નિલેશ પટેલ અને મંત્રી હિતેશ પટેલ તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.