જામનગરના પંચેશ્વર ટાવર નજીકના વિસ્તારમાં આવેલા જાહેર માર્ગ ઉપર એક પશુ અચાનક ઉગ્ર બની ગયો હતો. આ પશુએ માર્ગ પરથી પસાર થતા અનેક વાહનોને અડફેટમાં લઈને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાના પગલે વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં પણ અવરોધ ઊભો થયો હતો.આ બાબતની જાણ તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાને કરવામાં આવતા પાલિકાની ટીમ દ્વારા પશુને પકડી પાડવામાં આવ્યું .