પાદરા: પાદરા તાલુકાના સાંઢા ગામે નવરાત્રી જવારા નું વિસર્જન ભક્તિભાવ પૂર્વક સંપન્ન
પાદરા તાલુકાના સાંઢા ગામે નવરાત્રી મહોત્સવ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવાઈ રહ્યો હતો. વર્ષોથી ચાલતી આવી રહેલી પરંપરા અનુસાર આ વર્ષે પણ ગામના મુખ્ય ધાર્મિક કેન્દ્ર એવા મંદિરોમાં જવારા ની સ્થાપના કરવામાં આવી હતી. ગામના શ્રી ચામુંડા માતાજી મંદિર, શ્રી ભાથીજી મહારાજ મંદિર, શ્રી વેરાઈ માતાજી મંદિર તેમજ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરે નવરાત્રી ના પ્રથમ દિવસે જવારા સ્થાપિત કરાયા હતા. નવ દિવસ સુધી ગામમાં ધાર્મિક વાતાવરણ છવાયું હતું. દરરોજ મંદિરોમાં માતાજી