વડોદરા: RTO મા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક 14 દિવસ માટે બંધ રહેશે
હાલમાં જૂના ટેસ્ટ ટ્રેક પર સિવિલ વર્ક કરવાની કામગીરી શરૂ થવાની હોવાથી 14 દિવસ આરટીઓ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. આ કામગીરી બાદ AI બેઝ સેન્સર તથા કેમેરા લગાવવાની કામગીરી કરવામાં આવશે. હાલમાં આ પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે, જેથી ટેસ્ટ ટ્રેક બંધ રહેશે.