ઉધના: સુરતના સરથાણામાં આપઘાત: બ્યુટી પાર્લર જવાની ના પાડતા નર્સિંગની વિદ્યાર્થિનીનો આપઘાત
Udhna, Surat | Oct 26, 2025 સુરતના સરથાણામાં નર્સિંગની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ઝેર પી જીવન ટુંકાવી લીધું હતું. પરિવારે બ્યુટી પાર્લરમાં જવાની ના પાડતા વિદ્યાર્થિનીએ આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.સરથાણા યોગીચોક શિવદર્શન સોસાયટી વિભાગ-1માં રહેતા ભરતભાઈ જીવાણી હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 21 વર્ષીય પુત્રી રિધ્ધી નર્સિંગનો અભ્યાસ કરતી હતી.