ઉમરગામ: ઉમરગામમાં 35 મીમી વરસાદ, મધુબન ડેમમાંથી 10 હજાર ક્યુસેક પાણી છોડાયું
ઉમરગામ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ચાલુ વરસાદી માહોલ વચ્ચે 35 મીમી વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં પાણીની આવકમાં વધારો થયો છે. પાણીના સ્તરમાં વધારો થતાની સાથે જ ડેમમાંથી સલામતીના ભાગરૂપે 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.