પલસાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રોહીતભાઇ પરસોત્તમભાઇને બાતમી મળી હતી કે એક અશોક લેલન ટ્રક નંબર GJ 02 ZZ 4965 ની અંદર વગર પાસ પરમીટ વગર તથા વેટેનરી ડોક્ટરના સર્ટિફિકેટ વગર ટ્રકની અંદર ઘાસચારા કે પાણીની વ્યવસ્થા નહી રાખી તેમજ ભેંસોને કૃરતા પુર્વક ખીચો ખીચ ભરી કતલ કરવાના ઇરાદે તેમજ બેસી ન શકે તે રીતેની વ્યવસ્થા નહી રાખી ભેંસો ભરીને પલસાણાથી મહારાષ્ટ્ર તરફ જઈ રહી છે તેવી બાતમી આધારે વણેસા ગામની સીમમાથી ઝડપી લીધો