ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા કાળાતળાવ નજીક કંપનીમાં કોન્ટ્રાક્ટ અપાવવાનું કહી મહિલા સાથે છેતરપિંડી કરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વેળાવદર ભાલ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર જાફરાબાદ ખાતે રહેતા ગીતાબેન નામના મહિલાએ જગદીશભાઈ નામના શખ્સએ કોન્ટ્રાક્ટ અપાવવાનું બહાનું કાઢી રૂપિયા 6.18 લાખની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.