પાવાગઢ નજીક આવેલા વડા તળાવ ખાતે 4 દિવસીય પંચ મહોત્સવ કાર્યક્રમનો તા.25 ડિસેમ્બર ગુરુવારના રોજ રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઇ કટારા દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક ટુરિઝમને વેગ મળે તે માટે ટેન્ટ સિટી, ક્રાફટ એન્ડ ફૂડ બજાર બનાવવામાં આવ્યું છે, સાથે જ ચાર દિવસ સુધી સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે,જેમા પ્રથમ દિવસે પાર્થિવ ગોહિલે પોતાની આગવી અદા સાથે પોતાના સુરીલા સ્વરે ગીતો રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા