માણાવદર તાલુકાના નાકરા ગામમાં પોલીસ દ્વારા જાહેર રસ્તા પર કાર્યવાહી કરી બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. ખખાવીથી નાકરા ગામની વચ્ચેના રોડ પર તપાસ દરમ્યાન સંદિપભાઈ ગોવિંદભાઈ બથવાર પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વિસ્કી, ચપટા નંગ-૦૭, કિંમત રૂ. ૨,૧૮૪ નો જથ્થો પાસ-પરમીટ વગર મળી આવ્યો હતો.