માંડવી તાલુકાના નાના રતાડિયા સ્થિત બ્રહ્મલીન ગિરિજાદતગિરિજી મહારાજની તપોભૂમિ અને પ્રસિદ્ધ તીર્થધામ પીઠ આશાપુરા માતાજી મંદિર પરિસરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ૯ નવેમ્બર, રવિવારના રોજ ગાદીપતિ મહામંડલેશ્વર પૂ. કલ્યાણાનંદગિરિજી મહારાજના મુખ્ય યજમાન પદે આ કથાનો આરંભ થયો હતો. સમાપન અંગે કિર્તીભાઈ ગોરે વિગતો આપી હતી