ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે મીઠીરોહર GIDC વિસ્તારમાંથી આધાર-પુરાવા વગરના 34,740 કિલો યુરિયા ખાતરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો છે. પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ વાહનને અટકાવી તપાસ કરતા 2.08 લાખનું યુરીયા ખાતર મળી આવ્યું હતું. પોલીસે સુઈગામના ચાલક અમરતભાઈ હિરાભાઈ ગોહીલની ધરપકડ કરી વાહન સહિત કુલ 14,11,440 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.