લખતર: લખતર વાસોની પીવાની પાઇપલાઇનમાં ભંગાણ હજારો લિટર પાણી વેડફાયું
લખતર માં હાઇવે થી મામલતદાર સુધી સીસી રોડ નું કામ ચાલી રહ્યું છે ત્યારે જૂનો રોડ ખોદવા માટે jcb ના મદદથી રોડ ખોદવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે વાસમોની લાઇન માં જેસીબીની સૂંઢ ટચ થઈ જતા ની પીવાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું વસમો દ્વારા નાખવામાં આવેલ પાઇપલાઇન જરૂર કરતા ઉપર હોવાથી અને પૂરતી ઊંડાઈ ના હોય જેને લઇ વારંવાર અને કોઈ જગ્યાએ પાઇપલાઇન લીકેજ થવાના બનાવો સામે આવી રહ્યા છે