ભુજના સરપટ ગેટ વિસ્તારમાં આવેલા શાંતિ નગરમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર શેરબાનુ સિકંદર સમા તા.૯નાં બપોરે ૨ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી, ત્યારે વીજ કરંટ લાગતાં તેણીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.