વાંકાનેર: વાંકાનેર : વેપારીની નજર ચૂકવી દુધની ડેરીમાંથી 1.94 લાખની રોકડ ભરેલ થેલો લઇ ગઠીયો છુમંતર….
Wankaner, Morbi | Sep 16, 2025 વાંકાનેર શહેરના નવાપરા-પંચાસર રોડ પર આવેલ જય ગોપાલ ડેરી ફાર્મ ખાતેથી સવારમાં દુધના વેપાર દરમિયાન વેપારીની નજર ચૂકવી ટેબલના ખાનામાં રાખેલ 1.94 લાખની રોકડ રકમ, બિલ બુક તથા ચેક બુક ભરેલા થેલાની અજાણ્યો ઇસમ ચોરી કરી છુમંતર થઇ જતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધાયો છે…